દુર્ગુણો

  • 4.9k
  • 3
  • 1.1k

કામ – કામના – ઈચ્છા – અપેક્ષા ક્રોધ – ગુસ્સો, લોભ, કાયરતા, સ્વાર્થીપણું, ચિંતા, બીક – ડર – ભય, સૌપ્રથમ કામ એટલે શું તે જાણીએ, કામ એટલે ઇચ્છા વિષયસુખ કાર્ય. કામનાનો અર્થ એ છે કે, વાસના, ઇચ્છા અને અપેક્ષા માટે કહેવાયું છે કે, અપેક્ષા દુઃખ સર્જે છે, માન્યતા યુદ્ધ સર્જે છે. Work is worship – જ્યાં કાર્ય ત્યાં પ્રભુતા. પણ કામ એટલે ઇચ્છાઓ જયારે પ્રબળ થાય છે ત્યારે માણસ દુઃખી થાય છે. કામના ખરાબ થાય અને શુભ થાય. કામનાઓ અનેક હોય છે. ઇચ્છાઓ માણસના અંત સમય સુધી જીવતી રહે છે. તેનો વ્યાપ વધતો જાય છે. કવિ મનોજ ખંડેરિયા કહે છે કે, તું ઢાળ ઢોલીયો, હું ગઝલનો દીવો કરું, આ અંધારું ઘરને ઘેરી વળે એમ પણ બને. દોડતાં દોડતાં કામ – કામના – ઇચ્છાઓ અને અપેક્ષા વચ્ચે માણસનો અંત આવી જાય છે પણ તેના સંઘર્ષની કામનાઓ, ઇચ્છા-અપેક્ષાનો અંત આવતો નથી.