વારે તહેવારે હું વહેલી સવારે નિત્ય ક્રમથી પરવારીને સૂર્યનારાયણ ને જળ ચઢાવીને ઉંબરાપૂજન કરતી. ત્યારે મારી સાત વર્ષની દિકરી ભૂમિ આગળ-પાછળ ફરતી. એક દિવસ હું ઉંબરાપુજન કરતી’તી બંને બાજુ કુમકુમ ના સાથીયા અને વચ્ચે લક્ષ્મીજીના પગલા બનાવતી’તી. અચાનક ભૂમિ બોલી,” મમ્મા આપણે સ્વસ્તિક ની જગ્યાએ સ્માઇલી ડ્રો કરીએ તો મને તો સ્માઇલી બહુ જ ગમે .” નાની અમથી બાળકીના મગજ માં કેટલો સુંદર વિચાર…! ત્યારે મેં નક્કી કર્યું કે વાતો વાતો માં મારે મારી દિકરી ભૂમિ ને આપણી સંસ્કૃતિના પ્રતિકો વિષે સાચી સમજણ આપીશ જ ! કારણ મગજ માં ખોટી વાત ઠસી જાય પછી એ કાઢીને સાચી વાત ઠસાવવી અઘરી હોય છે. જે રીતે મારા મમ્મી પણ વાર્તા કહેતા કહેતા આવી અમુલ્ય વાતોને પણ ગુંથી લેતા એ મને આજે પણ યાદ છે. નીતા શાહ