ડોક્ટરની ડાયરી - 15

(509)
  • 23.9k
  • 61
  • 9.8k

ભૈયાજી શું કરતા હતા અને શું કરી શકતા હતા એની જાણ મને અનાયાસ એક દિવસ થઇ ગઈ. હું ત્યારે બાવીસ વર્ષનો હતો. મારી પાસે વાહનના નામે સાઈકલ પણ ન હતી. વાડીલાલ હોસ્પિટલમાં ભણતો ત્યારે સિટીબસમાં જ જતો-આવતો હતો. એક બળબળતી બપોરે હું બસ-સ્ટોપ પાસે ઉભો રહ્યો. મારી નજર ચાર-પાંચ ડગલાં દૂર ઉભેલા ભૈયા પર પડી. ભૈયો એના મોજા સહિતનો હાથ પરસેવાથી ભીની થયેલી બોચી ઉપર ફેરવી રહ્યો હતો. બોચી લૂછાઈ ગઈ એટલે એણે નાકની સફાઈ હાથ ધરી. મોજાવાળી પહેલી આંગળી ન્સ્કોરાની અંદર ઘૂસાડી દીધી. લીંટ, ગુંગા મેલ સહીતનો અંદરનો બધોજ સાજ-સરંજામ સાફ કર્યો અને પછી ખૂલ્લા બટનવાળા શર્ટમાં હાથ નાખ્યો..