મેનોપોઝ દરમિયાન લુબ્રિકેશનને અભાવે સ્ત્રી માટે સેક્સ મજા ઓછી અને સજા વધુ સાબિત થાય છે, પરિણામે સ્ત્રી સેક્સ ટાળવાની કોશિશ કરતી રહે છે અને દંપતિની સેક્સલાઇફ ખોરવાઈ જાય છે. ઘણી સ્ત્રીઓ તો મેનોપોઝ શરૂ થાય એટલે પોતાની સેક્સલાઇફ પૂરી એવું ધારી બેસે છે અને પછી ફક્ત પતિને ખરાબ ન લાગે એ માટે એક રોબોટની જેમ સેક્સકર્મમાં જોડાતી રહે છે.