કર્મનો કાયદો ભાગ - 2

(47)
  • 10.1k
  • 9
  • 5.7k

કર્મનો કાયદો શ્રી સંજય ઠાકર ૨ કર્મનો ઉદ્‌ભવ વિરાટ વિશ્વમાં કર્મનો ઉદ્‌ભવ ક્યાંથી થયો ? તે કઈ શક્તિથી ચાલી રહ્યું છે અને ક્યારે તેનો અંત થાય છે ? - તેવા સહજ પ્રશ્નો આજનું વિજ્ઞાન પણ વિચારી રહ્યું છે. જગતનાં કાર્મિક રહસ્યોને ઉકેલવા માટે અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મન અને રશિયા જેવા દેશોનાં બજેટમાં પ્રતિવર્ષ કરોડો રૂપિયા ફાળવવામાં આવે છે. વર્ષ ૨૦૧૫માં રશિયાના એક અરબપતિ યુરી મિલનરે બ્રિટનના વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગ્સને વિશ્વમાં પૃથ્વી જેવા અન્ય ગ્રહ અને નવા જીવનની શોધના કામ માટે દસ કરોડ ડૉલર (અંદાજે છસો પચાસ કરોડ)નું ડોનેશન આપ્યું છે. સ્પેસ અને કૉસ્મૉસ રિસર્ચ માટે અમેરિકાની ‘નાસા’નું બજેટ ૧૯૬૫થી અત્યાર