રુદ્રવીણાના સુરસંગાથી... સરદાર

(37)
  • 7k
  • 15
  • 1.7k

ચરોતરની સોનવર્ણી ધરાએ ૧૮૭૫ની ૩૧મી ઓક્ટોબરે એક સપૂતને જન્મ આપ્યો .... ખેડા જીલ્લાના નડીયાદની કસદાર ભૂમિએ એની ગોદમા એક વજ્ર જેવું મનોબળ ધરાવતું એક પુષ્પ ખીલવ્યું... તેજ વલ્લભ.. વલ્લભ માંથી વલ્લભભાઈ અને એમાંથી સરદાર વલ્લભભાઈની યાત્રા ઘણાંજ ઉતાર ચડાવ વાળી હતી. આ ચરોતરનો પાટીદાર ગાંધીની સેનામાં જોડાયો એ પહેલાં ગાંધી વિચાર કે ગાંધીજીના વ્યક્તિત્વથી જરાય પ્રભાવિત ન હતા.ક્યારેક ઠઠ્ઠો પણ કરતા. ગાંધી માટે તેઓ કટાક્ષમાં કહેતા આપણા દેશમાં મહાત્માઓનો પાર નથી. બ્રહ્નચર્ય અને સંડાસ સાફ કરવાની વાતોથી કે પોત્તડી પહેરી લેવાથી આઝાદી મળી જતી હશે ... હા, પ્રસિદ્ધી જરૂર મલી જાય. માવલંકરનાં પ્રયત્નોથી તેઓ ગાંધીજીના સમ્પર્કમાં આવ્યા અને સેવાપ્રવૃત્તિઓમાં જોતરાયા અને સાંસારિક આપદાઓ વચ્ચે પણ દ્રઢ નિર્ધાર કરી લીધો એકબાજુ દેશની સેવા કરવી છે તો બીજીબાજુ સાંસારિક જવાબદારી છે... એકબાજુ લાખ્ખો ખેડૂતો- મારા બાંધવોનું હિત છે અને બીજીબાજુ મારા નમાયાં સંતાનો છે.. ખેડા જીલ્લામાં અન્યાયી જમીન મહેસૂલનો સામનો કરવાની લડત માટે ગાંધીજી જેવા મહાત્માએ મારામાં વિશ્વાસ મૂક્યો છે... એકબાજુ મારી ફરજ છે તો બીજીબાજુ મારું કર્તવ્ય છે... હવે તો આ પાર કે પેલે પાર નિર્ણય કરવોજ પડશે ... ગાંધીજી દેશબન્ધુઓના હિતમાં છેક બિહારમાં ચંપારણ સુધી દોડી ગયા છે જ્યારે હું મારા સ્વાર્થ ખાતર ...મારી લાગણીઓ ખાતર ઘરના ખૂણામાં ભરાઈ જાઉં.. નાં હવે કોઈજ અવઢવ નહિ.. હું મહાત્મા ગાંધીના દેશસેવાના આ યજ્ઞમાં આહુતિ આપીશ...જોડાઇશજ આ હતો વલ્લભભાઇના જીવનનો ટર્નીંગ પોઈન્ટ...નિર્ણાયક તબક્કો.. અને એમ બન્યા સરદાર... સરદારને થયેલા અન્યાય તેમ છતાં સ્વહિતને કોરાણે મુકીને સંયમપૂર્વક એમને સોંપાયેલ ભૂમિકાને સર્વોપરી રીતે નિભાવનાર એ કર્મઠ મહામાનવ અને યુગપુરુષ..એ જ્વાળામુખી ૧૫ ડીસેમ્બર ૧૯૫૦ના રોજ શાંત થઇ ગયો... બરફમાં જ્વાળામુખી ઠરી ગયો...અને રુદ્રવીણાના સુરની સંગાથે એ પવિત્ર આત્મા ચાલી નીકળ્યો અનંતની યાત્રાએ....