વેકેશનમાં નાના બાળકોના મા બાપને સતાવતો સૌથી મોટો સવાલ એ જ છે, ‘આ વેકેશનમાં શું કરીએ તો પોતાના બાળકો બીઝી રહે બાળકો તો પોતાનામાં મસ્ત હોય છે, ક્ષણમાં જીવનારા જીવો, એમને ભવિષ્યની ચિંતા નથી સતાવતી.પણ એમની ધમાલ મસ્તીથી મા બાપ ત્રાસી જાય છે. અને એટલે જ વેકેશન પડે કે મા બાપને ધખારા ઉપડે, બાળકને ડ્રોઈંગ, પેઈન્ટિંગ, ક્રિકેટ, કરાટે, પરસનાલિટી ડેવલપમેંટ વગેરે જાત જાતના ક્લાસીસમાં મોકલે. છોકરાઓને થાય, ‘આના કરતાં તો વેકેશન ન પડ્યું હોત તો સારું.’