આવ રે વરસાદ

  • 5.7k
  • 1.3k

ઉજ્જડ ગામમાં આ સુકાભટ પ્રદેશમાં એક નાનકડી હોટેલ જમીન પર એક ફોલ્લા જેવી ઊભી હતી. આખો દિવસ માથે બળબળતો સૂરજ, હોટેલ પર આગ વરસાવતો હતો. ઉપર છાપરું અને ઓરડાઓ જાણે શેકાઈ જતા હતા. સાંજ પછી પણ ક્યાંય સુધી કોઈ લાઇટો બાળતા નહીં, કારણ કે પ્રકાશ એટલે ગરમી! હોટેલના રહેવાસીઓ અંધારામાં નીચેના હોલમાં ફંફોસતા ચાલતા, જાણે હવાની એક ઠંડી લહેરખી શોધતા ન હોય! એવી એક રાત્રે, બહાર વરંડામાં પડેલી જૂની ખખડધજ રોકિંગ ચેર પર ત્રણ વૃદ્ધો ચુપચાપ બેઠા હતા. — એક હતા હોટેલના માલિક મિ. ટર્લ, અને બીજા બે હતા મિ. સ્મિથ, અને મિ. ફ્રેમલી — હોટેલના રહેવાસીઓ.