પ્રેમ જગતનો સાર

(28)
  • 3.4k
  • 6
  • 624

વૃંદાવનની શેરીઓની સુંદરતા અને યમુના તટે પથરાયેલી નીરવ શાંતિ આજે પણ યથાવત પ્રેમના સુરો રેલાવી રહી હતી. કૃષ્ણ અને રાધા જ્યા બેસતા એ પથ્થરના આડછે, જ્યા બેસવાથી પગને યમુનાના પાણી સાથેનો સ્પર્શમય આનંદ મળતો. એ ભાગનો કિનારો જાણે રાધા કૃષ્ણના ત્યાં બેસવાથી પૃથ્વી પર સ્વર્ગની શેરીઓ જેવો અનહદ આનંદ મેળવતો ભાગ બની ચુક્યો હતો. યમુના પોતે પણ હવે જાણે આ બંનેની ગેરહાજરીમાં પોતાના પ્રિયતમ પ્રભુના ન હોવાના કારણે વિરહમાં આંસુઓ વહાવ્યા કરતી હતી. આજ ફરી રાધા અને કાનાએ મળવા એજ કિનારો પસંદ કર્યો હતો. આ કિનારો રાધા કૃષ્ણની આવી કેટલીયે મુલાકાતોનો સાક્ષી પહેલા પણ બની ચુક્યો હતો. પાછલા લાંબા સમયથી બંને જણા યમુનાના ખળખળ વહેતા પ્રવાહને જોઈ રહ્યા હતા. ક્યારના એકમેકના હાથમાં હાથ પરોવીને સમયની પરવા કર્યા સિવાય પ્રેમ તત્વમાં ખોવાઈને બેસી રહ્યા હતા. read more....