06 - Sorthi Santo - Velo Bavo

(63)
  • 14k
  • 28
  • 4.9k

સોરઠી સંતો (વેલો બાવો, રામ બાવો) : ઝવેરચંદ મેઘાણી - વેલો બાવો કાળી કોયલ કલકલે, ભેરવ કરે ભભકાર, નિત નગારાં ગડહડે, ગરનારી વેલનાથ ! શેરગઢ નામે જૂનાગઢ તાબાનું મૂળગરાસીયું ગામડું છે. એ ગામમાં જસમત સેંજળીઓ નામે એક કણબી રહેતો હતો. સહુ પટેલોમાં જસમત પટેલ દૂબળો ખેડુ છે. તાણી તૂંસીને પેટગુજારો કરે છે. એક દિવસ જસમતની ખડકીએ એક દસ-બાર વરસનો બાળક આવીને ઉભો રહ્યો. બાળકે સવાલ નાખ્યો કે “આતા, મને સાથી રાખશો ” “કેવો છે ભાઈ ” “કોળી છું આતા ! માવતર મરી ગયાં છે. એાથ વિનાનો આથડું છું.” કોળીના દીકરાની નમણી મુખમુદ્રા ઉપર જસમતનાં નેત્રો ઠરવા માંડ્યાં. “તારૂં નામ શું ભાઈ ” “વેલીયો. ”