સાધુત્વ

(26)
  • 3.7k
  • 9
  • 980

આપણે મન સાધુ એટલે કઠોર, મૌની, અસંવેદનશીલ અને ઘરસંસારનો પ્રખર વિરોધી માણસ. હાલની વાત કરીએ તો, સાધુ અને ભિખારીને સમાન તોલવામાં આવે છે. જો આપણી દુકાને અલખ નિરંજન ના ઉચ્ચારણ કાઢતો કોઇ સાધુ ચડી આવે ત્યારે ગલ્લાનાં ખૂણામાં આમતેમ રખડતા, ન કોઇને દેવાય કે ન કોઈથી લેવાય એટલી કિંમતનો લાંબાગાળાથી ધુળ ખાતો સિક્કો ધરવી દઇએ. જેના મુલ્યનું અંકન પણ ક્યારેય ના કર્યું હોય. તમે સાધુ કહો કે સંત કહો. લોકોનાં હૈયા પર લોભ,ઈર્ષા,દંભ,અભિમાન વગેરે કાળા વિકારોને પ્રભુપ્રેમ રૂપી વર્ષાથી સ્વચ્છ ને સુંદર બનાવવાનું બીડું ઉઠાવનાર વ્યક્તિ એટલે સાધુ.