સીમાને કોણ સમજાવે .

(29)
  • 3.1k
  • 2
  • 750

-શેફાલી, અંગીરા, મોના, સુષ્મા.. બધા જ પોત પોતાના ઘરે કિટી રાખે ત્યારે બહાર ઓર્ડર આપીને જ નાસ્તો મંગાવે છે, ઉપરથી કોલ્ડ ડ્રીન્કસ, કુલ્ફી કે આઈસ્ક્રીમ પણ હોય જ. હું બટાકાપૌઆ, ઉપમા કે લોચાપુરી બનાવું ને સાથે ચા, તો એ લોકો આપણા વિશે શું ધારે ‘ આ લોકો તો સાવ મુફલીસ છે’ એવું જ કહે ને એમાં તો તારું જ ખરાબ દેખાય. -તું મારા ખરાબ દેખાવા વિશે ચિંતા ન કર. પૈસાના પ્રદર્શન ના આધારે બહારના લોકો મારા વિશે શું કહે તેની મને પડી નથી. અઠવાડિયે ત્રણ વાર બટાકા ખાવા કરતા કોઈ મને ‘મુફલીસ’ સંભળાવી જાય તો તે સાંભળવામાં મને કોઈ વાંધો નથી.