આ તો છે, કોક બગીચાનાં બાંકડે બેઠું બચપન, આકાશ ઓઢી આળોટતું બચપન, વન-વગડાનાં વૃક્ષોને વંટોળ બની વળગતું બચપન ! જે સુંદર સુંવાળા સ્વપ્નોની સોડ તાણી સૂઈ રહે.. જે કદંબની કૂણી કૂણી કિસલય થઇ કોળ્યા કરે.. દોસ્ત, આવું આ બાળપણ લૂંટાઈ રહ્યું છે. ચાલો.. બાળ-દિવસ નિમિત્તે તેની ઉલટ તપાસ કરીને આત્મ-સંશોધન કરીએ.