દાસ્તાંન

(15)
  • 2.4k
  • 1
  • 490

દાસ્તાન - 1 ફરાહ અહમદીએ શાળાના તરંગી જીવનને જીવવાનું હજુ શરૂ જ કયુ હતું. ત્યાં માત્ર સાત ર્વષની ઉંમરે તે સુરંગમાં ખાબકતાં પગ ગુમાવી બેસે છે. જે ઉંમરે બાળકો કલ્પનાના ઘોડા દોડાવતાં, ત્યાં ફરાહના ઘોડાની પાંખો જ કપાઈ ગઈ! યુદ્ધભૂમિ બનેલા અફઘાનિસ્તાન પાસે ફરાહનો ઇલાજ અશક્ય છે. ત્યારે નાનકડી ફરાહ ફરી બેઠાં થવાની ધગશ સાથે જર્મની જાય છે. અજાણ્યો દેશ, અજાણ્યા લોકો વચ્ચે બે વરસના વસવાટ પછી ફરાહ પ્લાસ્ટકના પગ સાથે અફઘાનિસ્તાન પાછી ફરે છે. ત્યાં સુધીમાં તો તાલિબાનોએ તેની ભૂમિને સંપૂર્ણ બાનમાં લઈ લીધી હોય છે. ફરાહની આ લડતમાં તેના પરિવારના સભ્યો એક પછી એક છૂટતા જાય છે. છેલ્લે જીવ બચાવવા ફરાહ અસ્થમાથી પીડાતી પોતાની મા સાથે સરહદો ઓળંગી નીકળી પડે છે, પહેલા પાકિસ્તાન પછી અમેરિકા... માત્ર ૧૭ ર્વષની ઉંમરે જીવનના બધા જ રંગ જોઈ ચૂકેલી ફરાહ તેની આપવીતી ‘ધ અધર સાઈડ ઓફ સ્કાય’માં આલેખે છે...