સત્યના પ્રયોગો - ભાગ-2 - 1

(15)
  • 5.8k
  • 3
  • 1.7k

આ પ્રકરણમાં ગાંધીજીની રાયચંદભાઇ સાથેની મુલાકાતનું વર્ણન છે. ગાંધીજી કહેતા કે તેમના જીવનમાં રાયચંદભાઇ જીવંત સંસર્ગથી, ટોલ્સટોય તેમના ‘વૈકુંઠ તારા હ્રદયમાં છે’ નામના પુસ્તકથી અને રસ્કિનના ‘અનટુ ધિસ લાસ્ટ’ની ઘણી અસર છે. મુંબઇ ઉતર્યા પછી ગાંધીજી ડોક્ટર મહેતાના ત્યાં ગયા. ગાંધીજી વિલાયતમાં હતા ત્યારે જ તેમના માતાનું મૃત્યું થઇ ચૂક્યું હતું પરંતુ તેમને આઘાત ન લાગે એટલા માટે તેમના મોટાભાઇએ ગાંધીજીને માતાના મૃત્યુના સમાચાર નહોતા આપ્યા. ગાંધીજીને પિતા કરતાં માતાના મૃત્યુનું વધારે દુઃખ થયું. ડોકટર મહેતાના મોટાભાઇના જમાઇ એવા કવિ રાયચંદ સાથે ગાંધીજીની ઓળખાણ થઇ જેઓ તે સમયે 25 વર્ષની ઉંમરના હતા. રાયચંદભાઇ હિરાના મોટા વેપારી હતા અને હજારો રૂપિયાના સોદા કરવાની સાથે સાથે એક ધાર્મિક વૃતિના માણસ પણ હતા. લાખોના સોદા પછી આત્મજ્ઞાનની ગૂઢ વાતો લખવા બેસી જવાની તેમની વાત ગાંધીજીને સ્પર્શી ગઇ. રાયચંદભાઇને પોતે ધર્મગુરૂ તરીકે સ્થાન ન આપી શક્યા તે વાતનો ગાંધીજીને જીવનભર અફસોસ રહી ગયો હતો.