સત્યના પ્રયોગો - ભાગ-1 - 25

(26)
  • 6.9k
  • 6
  • 2k

આ કૃતિમાં ગાંધીજીને વકીલાતનો વ્યવસાય કેવી રીતે કરવો તે અંગેની મૂંઝવણની વાત કરવામાં આવી છે. ગાંધીજીએ લખ્યું છે કે તેઓ બારિસ્ટર તો થયા પરંતુ વકીલાત કરવાનું ન શીખ્યા. ‘તમારૂં જે હોય તે એવી રીતે વાપરો કે જેથી બીજાની મિલકતને નુકસાન ન પહોંચે.’ આ ધર્મવચનનો વકીલાતનો ધંધો કરતા અસીલના કેસમાં કેમ ઉપયોગ કરવો તેની ગતાગમ ગાંધીજીને ન પડી. તે વખતે ફિરોજશા મહેતા અદાલતોમાં સિંહની જેમ ગર્જના કરતાં હતાં. મિત્રોએ ગાંધીજીને દાદાભાઇને મળવાની સલાહ આપી. ગાંધીજી દાદાભાઇને મળીને ભલામણ પત્ર આપ્યો પરંતુ પોતાની મુશ્કેલીઓ રજૂ કરવાની હિંમત ન ચાલી. કોઇકની સલાહથી તેઓ મિ.ફ્રેડરિક પિંકટને મળ્યા. પિંકટે તેમને સામાન્ય જ્ઞાન વધારવાની સલાહ આપી અને કહ્યું કે વકીલાત માટે ફિરોજશાની જેમ હોંશિયારી, યાદશક્તિ વગેરની જરૂર નથી પરંતુ પ્રામાણિકતા અને ખંતની જરૂર છે. તેમની સલાહ માની ગાંધીજીએ કાયદાને લગતા વિવિધ પુસ્તકો ખરીદીને વાંચવાનુ શરૂ કર્યું. નિરાશા ખંખેરી અને આશાવાદી વિચારો સાથે ગાંધીજી મુંબઇના બંદરે ઉતર્યા.