સત્યના પ્રયોગો - ભાગ-1 - 20

(20)
  • 6.4k
  • 3
  • 1.9k

આ કૃતિમાં ગાંધીજીને થયેલા ધાર્મિક પરિચયોનો ઉલ્લેખ છે. લંડનમાં તેમની ઓળખાણ બે થિયોસોફિસ્ટ મિત્રો સાથે થઇ. જેમની સાથે ભગવદગીતા વાંચવાનો ગાંધીજીએ આરંભ કર્યો. ગીતાજ્ઞાનથી ગાંધીજીને સમજાયું કે ક્રોધથી મોહ, મોહથી સ્મૃતિભ્રમ, સ્મૃતિભ્રમથી બુદ્ધિનાશ અને અંતે મનુષ્યનો પોતાનો નાશ થાય છે. ગીતાને ગાંધીજી સર્વોત્તમ ગ્રંથ માનતા હતા અને તેમાંય એડવિન આર્નોલ્ડનો અનુવાદ તેમને શ્રેષ્ઠ લાગતો હતો. ઇંગ્લેન્ડમાં જ તેમનો પરિચય થિયોસોફિકલ સોસાયટીના સભ્ય એનિ બેસન્ટ અને મેડમ બ્લેવેટ્સ્કી સાથે થયો. તેમણે ગાંધીજીને બાઇબલ વાંચવાની સલાહ આપી. ગાંધીજી પર ઇશુના ગિરિપ્રવચન ખુબ અસર થઇ હતી. આની સરખામણી તેમણે ગીતા સાથે કરી છે. અહીંથી જ તેઓ એ શીખ્યા કે તારૂ પહેરણ માંગે તેને અંગરખુ આપજે અને કોઇ જમણા ગાલે તમાચો મારે તો ડાબો ગાલ આગળ ધરજે. વિદેશમાં વસવાટ દરમ્યાન ગાંધીજીએ કાર્લાઇલનું વિભૂતિઓ અને વિભૂતિપૂજા તેમજ બ્રેડલોનું નાસ્તિકતા વિશેનું પુસ્તક વાંચ્યું. જો કે, મિસિસ બેસન્ટ નાસ્તિક મટી આસ્તિક થયાં એ વાતે નાસ્તિકવાદ તરફ ગાંધીજીનો અણગમો વધાર્યો