દરેક માણસ પોતાને સમજુ સમજે છે. માણસ કેવો હોય છે સામાન્ય રીતે આપણે એવું કહીએ છીએ કે માણસ કાં તો સમજુ હોય છે અથવા તો અણસમજુ હોય છે. આ વાત સાચી છે ના. કોઈ માણસ સંપૂર્ણ સમજુ નથી હોતો અને તદ્દન અણસમજુ પણ નથી હોતો. દરેક પાસે પોતાની એક સમજ હોય છે. આ સમજ કાં તો સાચી હોય છે, કાં તો ખોટી હોય છે.