સત્યના પ્રયોગો - ભાગ-1 - 16

(22)
  • 5.9k
  • 4
  • 2.2k

આ કૃતિમાં ગાંધીજીની કરકસરવૃતિની વાત કરવામાં આવી છે. ગાંધીજીએ દર મહિને 12 પાઉન્ડથી વધુ ખર્ચ ન કરવાનો નિર્ણય કર્યો. બસ અને ટપાલના ખર્ચનો પણ હિસાબ તેઓ રાખતાં. કુટુંબમાં રહેવાથી ક્યારેક બહાર જમવા જવું પડે તેવા ખોટા ખર્ચને કાબૂમાં રાખવા ગાંધીજીએ પોતાની કોટડી (રૂમ) લેવાનું નક્કી કર્યું. કામના સ્થળે અડધા કલાકમાં ચાલીને પહોંચી શકાય તેવી જગ્યા શોધી કાઢી. ચાલવાનું વધવાથી ગાંધીજીનું શરીર પણ કસાયું. ગાંધીજીને અંગ્રેજી સુધારવું હતું તેથી મિત્રોની સલાહથી બેરિસ્ટરના અભ્યાસની સાથે લંડનમાં મેટ્રિક્યૂલેશન કરવાનું નક્કી કર્યું. જો કે અહીં લેટિન શીખવું પડે તેમ હતું પરંતુ મિત્રોએ કહ્યું કે લેટિન જાણનારને કાયદાના પુસ્તકો સમજવા સહેલા પડશે, તેથી ગાંધીજીએ લેટિન અને ફ્રેન્ચ શીખવા એક વર્ગમાં જોડાયા. ગાંધીજી લેટિનની પરિક્ષામાં નાપાસ થયાં. ગાંધીજી બે કોટડીની જગ્યાએ એક કોટડી (રૂમ)ની જગ્યા લઇને એક સગડી લઇને સવારનું જમવાનું હાથે બનાવવા લાગ્યા. આમ ભણતરમાં વધારે ધ્યાન આપી ખર્ચ ઘટાડ્યો અને બીજી વખત પરિક્ષામાં બેસી પાસ થયા