સત્યના પ્રયોગો - ભાગ-1 - 15

(22)
  • 6.4k
  • 8
  • 2k

આ પ્રકરણમાં ગાંધીજીની અન્ન અને પોશાક પ્રત્યેની ઘેલછાની વાત કરવામાં આવી છે. ગાંધીજીએ આહારનીતિ અંગેના હાવર્ડ વિલિયમ્સ, મિસિસ એના કિંગ્સફર્ડ, એલિન્સનના લેખો વાંચ્યા. આહાર અંગેના પુસ્તકોના વાંચનનું પરિણામ એ આવ્યું કે ગાંધીજીએ જિંદગીમાં ખોરાકના અખતરાઓ વધારી દીધા. દરમ્યાન તેમના માંસાહારી મિત્રને લાગ્યું કે આહાર અંગેના પુસ્તકોના વાંચનથી ગાંધીજી વેદિયા બની જશે તેથી તેઓએ ગાંધીજીને નાટક જોવાનું આમંત્રણ આપ્યું. નાટક પહેલાં તેઓ હોબર્ન ભોજનગૃહમાં જમવા ગયા. જ્યાં ગાંધીજીએ સૂપ પીરસાતાં તે માંસાહારી છે કે નહીં તેવો સવાલ કરતાં મિત્રએ નારાજ થઇને તેમને કોઇ બીજી વીશીમાં ભોજન કરવા જણાવ્યું. ગાંધીજીએ હવે સમાજમાં સભ્ય બનીને રહેવાનો નિર્ણય કર્યો. જેના માટે ગજા બહારના ખર્ચ કરીને કપડાં, માથે હેટ, સોનાનો અછોડો, ટાઇ વગેરે ખરીદી. ગાંધીજીએ ફ્રેન્ચ શિખવાનો નિર્ણય કર્યો તેમજ 3 પાઉન્ડનો ખર્ચ કરી ડાન્સ શિખવાનું નક્કી કર્યુ.તેમણે વાયોલિન પણ ખરીદ્યું. ગાંધીજીની સભ્ય થવાની ઘેલછા ત્રણેક મહિના જ ચાલી. પછી અક્કલ આવતાં વાયોલિન પણ વેચી દીધું અને ડાન્સ ક્લાસ પણ બંધ કર્યા.