ઉમરાળા જેવા ધૂળીયા ગામમાં કાનજી નું જીવન આનંદથી વ્યતીત થઈ રહ્યું છે. અતિશય ગોરો વાન અને કોમળ શરીર જોઈને કાનજી ના મિત્રો તેને મઢમ કહીને ચીડવે છે અને ઘરના સંબંધીઓ પણ પૂઈ કહીને ક્યારેક બોલાવે છે. અંતરંગમાં છવાયેલી પવિત્રતા, કોમળતા, નિઃસ્પૃહતા તથા ઉદાસીનતા જાણે કે બાહ્ય દેહમાં પણ પ્રસરી રહી છે. તેજ બુદ્ધિમત્તાને કારણે નિશાળમાં પ્રાયઃ પ્રથમ નંબરે પાસ થાય છે.