ગતાંકમાં અમીએ સંકેત સામે મુકેલા એ બોક્સમાં શું હતું હવે પછી અમીની ખુદ્દારી સાથે જીવન જીવવાની અને ઘરેથી પૈસાની સહાય ન માંગવાની પ્રબળ ઇચ્છા કેવી રીતે પૂરી થશે નસીબનું ઘૂમતું પૈડું આ બંનેના જીવનમાં ક્યારે શું કરી બેસે એ હજીયે નક્કી નહતું. બંને જોબ હોવા છતાં અત્યારના તબક્કે જોબલેસ જ હતા. આ બધી ઘટનાની જાણ ઘરે કરવી કે નહિ કેવી રીતે શું કહેવું જોબ છોડ્યાની વાત અને મુખ્ય તો એના કારણની જાણ કેવી રીતે કરવી એ વિશેની મૂંઝવણ! ઉફ્ફ! તકલીફોનો પાર નહતો.. જીંદગીની કસોટી પર એમની આગળની કથા હવે આ ભાગમાં માણો....