સ્ત્રીને સમજવી છે...

(19)
  • 4.6k
  • 4
  • 1.1k

અચાનક અમને ‘ગુગલ મહારાજ ’યાદ આવી ગયા ..બધા સવાલો ના જવાબ ગુગલ માં સર્ચ કરવાથી મળે છે .આ ગુગલ પાસે આખી દુનિયાની લગભગ બધી જ માહિતી હોય છે .અને સ્ત્રી વિશે ઈન્ટરનેટ પર જે ખજાનો ,જે માહિતી હોય છે એવી બીજી ક્યાંય ન હોય ..! એટલે અમે ગુગલ માં ‘woman’ શબ્દ ટાઇપ કરી સર્ચ બટન દાબ્યું ..એટલે ગુગલ મહારાજે ઇન્ટરનેટની ૮૦ સાઈટ ઓપન કરી દીધી જેમાં સ્ત્રી ને લગતા ફોટા ,વિડીયો,બુક્સ ,ગેમ્સ અને ભળતી સળતી અનેક વેબસાઈટ હતી....પણ અમારે જે જોઈતું હતું તે આ નહોતું ...અમારે તો એમ પૂછવું હતું કે ‘સ્ત્રી ને સમજવી કેવી રીતે ‘ ...એટલે મેં ટાઈપ કર્યું ‘how to understand woman એટલે શરૂઆત માં તો ત્રણ વાર કમપ્યુંટર hang થઇ ગયું ....CPU એકદમ ગરમ થઇ ગયું ,MONITOR ના સ્ક્રીન પર લીટાઓ અને ચકરડા આવવા લાગ્યા ..એમાંથી જાત જાતના અવાજ આવવા લાગ્યા .સર્વર ડાઉન થઇ ગયું અને થોડા સમય પછી મેસેજ આવ્યો .. VIRUS FOND YOUR COMPUTER MAY BE AT RISK…. તોય અમે ગભરાયા વગર ફરી ‘સ્ત્રી ‘ ટાઈપ કર્યું એટલે મેસેજ આવ્યો.. SO MANY COMPLICATION NO RESULT FOUND …