સમજદારી

(18)
  • 2.6k
  • 1
  • 669

મને તો સમજાતું જ નથી કે હસી ન શકતાં, ન ખુશ થઈ શકતાં, મડદા જેવાં શાંત લોકોને બધાં સમજદાર કેમ કહેતાં હશે આમાં વળી શી સમજદારી ખોટું નહોતું કે હું ખૂબ તોફાની હતી, પણ તે બધા માટે તો હું બગડેલી હતી, જાણે કેમ, કેરી હોવ ને મારામાં ચાંદુ પડી ગયું હોય..! ને એટલે જ કેવી મારી અલ્લડ જિંદગી વેરાન થઈ ગઈ ને શિસ્તના પાંજરે પુરાઈ ગઈ.....સારું હતું કે તેઓ મારાં મનમાં ચાલતાં વિચારો સાંભળી શકતાં ન હતાં, નહીં તો આ વખતે મારો ‘સવભાવ’ સુધારવા જરૂર સાઇબીરિયાની જેલમાં મોકલત.