સત્યના પ્રયોગો - ભાગ-1 - 11

(37)
  • 9.1k
  • 8
  • 2.7k

આ કૃતિમાં ગાંધીજીની વિલાયતની તૈયારીઓની વાત કરવામાં આવી છે. 1887ની સાલમાં ગાંધીજીએ મેટ્રિકની પરીક્ષા પાસ કરી. મેટ્રિક પછી વડીલોની ઇચ્છાથી ભાવનગરની શામળદાસ કોલેજમાં એડમિશન લીધું. ગાંધીજી કોલેજનું પ્રથમ સત્ર પૂર્ણ કરીને વેકેશનમા ઘરે આવ્યાં ત્યારે તેમના પિતાનાજીના જુના મિત્ર માવજી દવે (જોશીજી) મળવા આવ્યાં. માવજીભાઇએ ગાંધીજા માતા અને વડીલભાઇને સમજાવ્યું કે બી.એ.થવામાં ચાર-પાંચ વર્ષનો સમય બગાડીને પસાસસાઠ રૂપિયાની નોકરી કરવા કરતાં ગાંધીજીને વિદેશ અભ્યાસ કરવા મોકલવા જોઇએ. વિલાયતમાં 3 વર્ષમાંનો ખર્ચ પાંચ હજારથી વધુ નહીં થાય. ગાંધીજીને આમેય શામળદાસ કોલેજમાં અભ્યાસમાં મન લાગતું નહોતું તેથી તેઓ વિદેશ જવા માટે ઝટ તૈયાર થઇ ગયા. ગાંધીજીની ઇચ્છા દાક્તરી શીખવાની હતી પરંતુ જોશીજીના મતે દિવાનપદ માટે બેરિસ્ટર થવું જ યોગ્ય હતું. પૈસાની જરૂર હોવાથી ગાંધીજીએ પત્નીનાં ઘરેણાં વેચીને રૂપિયા ભેગા કરવાનું બીડું ઝડપ્યું. વિદેશમાં છોકરા દારૂ અને માંસના રવાડે ચડી જતા હોવાની શંકાએ માતાએ બેચરજી સ્વામીને પૂછીને ગાંધીજી પાસે માંસ, મદિરા અને સ્ત્રીસંગથી દૂર રહેવાની પ્રતિજ્ઞા લેવડાવી.