બૌઝિસ અને ફિલેમોન

(19)
  • 3.4k
  • 4
  • 882

પ્રેમ યુગલઃ બૌઝિસ અને ફિલેમોન પ્રેમ એ પ્રાકૃતિક રીતે પાંગરતી લાગણી છે. પ્રિત પરાણે થતી નથી અને પ્રેમાળ સ્વભાવ પણ કુદરતી દેન હોય જેમને એમને જ પ્રાપ્ત થાય છે. એક એવી વાર્તા કે જેમાં કુદરતે સાવ જ જુદાં બે ઝાડને એક જ મૂળિયાંમાંથી પ્રગટ થવાનો અચંબિત કરી દેતો દાખલો ગ્રીસ સંસ્કૃતિની પૌરાંણીક કથામાં સામેલ છે, જે વાર્તાનું દસ્તાવેજીકરણ ક્યાંય સત્તાવાર રીતે થયું નથી. પરંતુ જ્યારે નિસ્વાર્થ પ્રેમ અને આતિથ્ય ભાવનાનો પરચો આપવો હોય ત્યારે બૌઝિસ અને ફિલેમોન જેવાં યુગ્મની વાત ચોક્કસથી યાદ કરાય છે. દેવીય અભિશાપ આશીર્વાદમાં પરિવર્તિત થઈ ગયો. એવું તે શું બન્યું એક વ્રુદ્ધ દંપતી સાથે કે તેમની પ્રતિકૃતિરૂપે ઘટાદાર વડ અને સુંદર લિન્ડેનનું ઝાડ એકમેકમાં ગુંથાઈને ખડું થયું. પ્રેમ અને સંસ્કારની સાથે આતિથિ સત્કારની ઉત્તમ દ્રષ્ટાંત સાથે બે વૃક્ષનું એક મૂળનું રહસ્ય રોચક છે. ગ્રીસ એ યુરોપનાં મહાદ્વીપ પર આવેલ દેશ છે. જે તેની પૌરાણીક સંસ્કૃતિ અને પુરાણકથાઓ તથા દૈવીય પાત્રોની વાયકાઓને લીધે પ્રખ્યાત છે. અહીં ફ્રિજીયા નામે પર્વતીય પ્રદેશ છે. જ્યાં બે વૃક્ષને જોતાં જ આપણી નજરોને વિશ્વાસ ન બેસે એવું દ્રશ્ય ખડું થાય છે. આ વૃક્ષ બે જુદાંજુદાં પ્રકારનાં હોવા છતાંય એક જ મૂળમાંથી ઊગ્યાં હોય એવું જણાંય છે. એક છે વડવાઈઓથી ઘેરાયેલ વડ અને બીજું લિંબોઈ પ્રકારનું સુશોભિત વૃક્ષ લિન્ડેન છે. આવું કઈ રીતે બન્યું એ અંગેની લોકવણમાં પ્રચલિત એવી વાત વાંચવી રોચક છે. - કુંજલ પ્રદીપ છાયા ‘કુંજકલરવ’ kunjkalrav@gmail.com