લક્ષ્મી જેવું નામ તેવા જ ગુણ. લક્ષ્મી નામ જોઇને થાય કે કોઈ સુંદર સ્ત્રી હશે પણ જોવા જઈએ તો લક્ષ્મી આ વાર્તામાં એક કિન્નર છે. કિન્નર સાંભળીને કેટલાક લોકો સ્ત્ભ્ધ થયી જતા હોય છે ને કેટલાક ડરી જતા હોય છે. પણ વાસ્તવ એ લોકો પણ મારા અને તમારા જેવા માનવતા ધરાવતા લોકો છે. લક્ષ્મી પણ એનું એક બહુ જ મોટું ઉદાહરણ છે. લક્ષ્મીની વાત પણ બહુ જ હ્રદયસ્પર્શી છે. લક્ષ્મીએ અમદાવાદ શેહરમાં રેહનાર એક કિન્નર છે. લક્ષ્મીની ખુશી તેના ત્રણ બાળકો છે. લાગતું હશે કે એક કિન્નર ને બાળકો કઈ રીતે પણ હા એ ભલે તેના પોતાના બાળકો નથી પરંતુ માનવતાનો ધર્મ લક્ષ્મીએ અહી પૂરેપૂરો નિભાવ્યો છે........... “માનવતાની ક્યારેય જાતિ કે ધર્મ નથી હોતો.”