ભ્રમ હતો એ!

(16)
  • 3.1k
  • 1
  • 955

હા, ગઈ કાલની સવારથી જ એક અજબ પ્રકારની ખુશી એના ગોરા મોં પર ચોટી ગઈ હતી. નોકરીના અપ-ડાઉનનો થાક રોજની જેમ તેના મોં પર વર્તાતો નહોતો. પહેલાંની જેમ વિચારહીન માથે હવે, તે સૂઈ નહોતો જતો. નવા-જૂના અને મીઠા વિચારોનો થોડોઘણો ભાર પોપચાં પર મૂકી વહેલી આવી જતી ઊંઘને એકબે કલાક દૂર રાખતો, સ્કીનટચ મોબાઇલમાં રાખેલા પોતાના ફોટાને હટાવી લવબર્ડસવાળું વોલપેપર મૂકવાનું તેને મન થઈ આવ્યું. અને મૂક્યું પણ ખરું એકદમ શાંત ચિત્તે એ વોલપેપરને જોયા જ કરતો.