લઘુકથા

(14)
  • 7.5k
  • 1
  • 1.8k

લઘુકથા ભાગ નં. ૧ ટુ-ટ્રેક નટવર આહલપરા એકસો એંસી ફૂટનો રિંગ રોડ. નિયોન લાઈટનો પીળો પ્રકાશ. આછું અંધારું. રોડની બંને બાજુ કાર-સ્કુટરનું ભરચક પાર્કિંગ. પચ્ચીસથી સિતેર વર્ષના સ્ત્રી-પુરુષોનું મોર્નિગ વોક. હાંફતાં, પરસેવાથી તરબતર લોકોનો બબડાટ : ‘આ ઓવર વેઇટ એંસી કિલો ? બાંસઠ હતું. તેમાંથી ટેરીફીક ! યાર, તને બી.પી. હાઈ રહે છે. તો મને ડાયાબીટિસ છે. મહેશનું કોલોસ્ટોલ વધતું જાય છે. જયેશની વાઈફને લો-બી.પી. હેરાન કર્યા કરે જ છે. મયૂરે એન્જોગ્રાફી કરાવી. ઋત્વિકે બાયપાસ. જયેશના ફાધરને સોરાઈસીસ છે. પ્રકાશનાં મધરને હોજરીમાં પાણી ભરાયુંને ડોકટરે નિદાન કર્યું કે, કેન્સર છે.’ જોગીંગ કરતાં પુરુષો જ ગણગણતાં નહોતાં. મહિલાઓના ટોળામાંય ગણગણાટ. ‘ડિમ્પલ,