એક મહત્ત્વના સવાલ પર ધ્યાન આપવાનું હજીપણ બાકી હતું આ સવાલ હતો કે પ્રયોગ માટેનું ઉત્તમ સ્થળ કયું હોઈ શકે કેમ્બ્રિજની વેધશાળાની સલાહ મુજબ ગોળો એવા સ્થળેથી છોડવો જોઈએ કે જે ચંદ્રની ધરીથી સૌથી નજીક હોય. હવે ચંદ્ર તો પૃથ્વી પરથી પસાર નથી થતો. એ તો એની આસપાસ ફરે છે એટલે ૦ થી ૨૮ અંશ અક્ષાંશની વચ્ચે કોઈ એવી જગ્યાએ તોપ ગોઠવવી જોઈએ જેનાથી ગોળો તેના નિશ્ચિત લક્ષ્ય પર મોકલી શકાય.