ફિલ્મી ગીતોમાં કાવ્યતત્તવ હર્ષ બ્રહ્મભટ્ટ અસદુલ્લાખાન એટલે કે ગીતકાર અસદ ભોપાલીનો જન્મ ૧૦-૭-૧૯૨૧ના રોજ માળવા, ભોપાલ ખાતે થયો હતો. પિતા મુનશી એહમદ ખાન અરબી અને પર્શિયન ભાષાના શિક્ષક હતા. ૧૯૪૭માં ભારત પાકિસ્તાનના વિભાજન પછી ગીતકાર આરઝૂ લખનવી (ગોરે ગોરે ચાંદસે મુખ પર કાલી કાલી આંખે હૈ... ના ગીતકાર) પાકિસ્તાન ચાલ્યા ગયા. તે સમયે નિર્માતા ફાઝલી બ્રધર્સની એક ફિલ્મ ‘દુનિયા’ નિર્માણાધીન હતી. આરઝૂ લખનવીએ આ ફિલ્મનાં માત્ર બે ગીત લખ્યાં હતાં. ફાઝલી બ્રધર્સ કોઈ નવા ગીતકારની શોધમાં હતા. ભોપાલમાં સુગમ કાપડિયા નામના એક વેપારીની માલિકીનાં કેટલાંક સિનેમા હોલ હતા. આ સુગમ કાપડિયા ફાઝલી બ્રધર્સના મિત્ર હતા. તેમણે ફાઝલી ભાઈઓને કહ્યું કે