નાજુક નમણી પ્રિયતમા - 12

(13)
  • 4k
  • 3
  • 968

આશુ આ કેવી અજબ જેવી વાત છે કે મારી સખીઓ એમના પ્રેમપ્રસંગોનું વર્ણન કરે ત્યારે જે વાતો કરે એ વખતે મને હસવું આવી જતું હતું. જેમ કે, એણે મને આઈ લવ યુ બોલવાનું કહ્યું, બહુ ફોર્સ કર્યો અને એમ છતાં હું બોલી ના શકી. કોઇ બહેનપણી આમ કહે ત્યારે મને એમ થાય કે, આજના આટલા ફાસ્ટ જમાનાની છોકરીઓ એક આઈ લવ યુ જેવા થ્રી મેજીકલ વર્ડસ બોલવામાં આમ શરમાય એ વાત ગળે ઉતરે કે ના..ના. એ ચોક્કસ પોતાની વાતો વધારી વધારીને રસપૂર્વક કહે છે એટલે, એમનો પ્રેમ દુનિયાના બીજા પ્રેમીઓથી સાવ જ અલગ અને અલૌલિક એવું દર્શાવવા માટેના પ્રયત્નો જ, બાકી આવું બધું શક્ય છે ના હોં, હું આ વાત ના જ માનું. તો બીજી બહેનપણી કહે કે, એણે કાલે મારો હાથ પકડ્યો તો મારા રુંવાડાં ઉભા થઈ ગયા - એક પુરુષનો પ્રથમ સ્પર્શ અદભુત હોય છે. ત્યારે પાછું મારું મન ચકડોળે ચડ્યું, આ બધી કોન્વેન્ટીયણ પ્રજા કે જે નાનપણથી છોકરાં - છોકરીઓની સંયુક્ત સ્કુલમાં ભણતી આવી છે, એનાથી ય વધીને એ લોકો સ્પોર્ટસ પણ સાથે જ રમતાં આવ્યાં છે જ્યાં એકબીજાના સ્પર્શની કોઇ લિમિટ જ ના હોય - જોકે હા, દરેક જાતિ પોતપોતાની મર્યાદા સમજીને જ રમે છે એટલી એમની ખાનદાની ખરી ! અમુક અપવાદો બાદ કરતાં આજના જમાનાની પ્રજા એમને મળતી સ્વતંત્રતા પચાવી પણ જાણે છે એ એમના સંયમભર્યા વર્તન પરથી હું સમજી શકી છું, પણ તો ય આવી પ્રજાને એક હાથ પકડવા જેવી ઘટનામાં આવી અનુભૂતિ ! આવું વિચારતી સુગંધીની ખુદની સાથે કેવા અનુભવો થાય છે એ વાચવા ઇબુક ડાઉનલોડ કરો અને ગમે તો અવશ્ય આપના પ્રતિભાવો આપજો. આભાર.