દર્દી

(11)
  • 2.9k
  • 1
  • 901

કોટને હેન્ગર પર લટકાવી ડો. ચીમનલાલ ખુરશી પર બેઠા બૂટની દોરી છોડતાં વિચારે ચડ્યા, તેમને તેમની મૃત પત્ની યાદ આવી ને તેઓ ગણગણી રહ્યાૹ બંસરી! તે જેટલી આકર્ષક હતી તેટલી જ કોમળ હતી. પોતે તેને જાળવી ન શક્યા તેનું દુઃખ આજે પણ તેમના હૈયાને કોરી રહ્યું હતું. તેમના મનમાં એક જ વિચાર આવતો કે પોતે ડોક્ટર ન બન્યા હોત તો કેવું સારું હતું. તો પોતે જરૂર બંસરીને જાળવી શકત. પણ. યુવાનીને ઉંબરે પગ મૂકતાં તેમના મનમાં ડોક્ટર બનવાની લાલચ જન્મી. ડોક્ટર બન્યા, દિવસ ને રાત દર્દીઓની માવજતમાં જ રચ્યાપચ્યા રહેવા લાગ્યા.