ગાબડું

(12)
  • 2.6k
  • 552

કોઇ એક નનામી અરજીને આધારે તાલુકેથી ફોજદારે ગામમાં રેડ નાખેલી. ગામની પછવાડે આવેલ હાથલા થોરની વાડ્યમાંથી ખાસ્સા પંદર ડબ્બા હાથ લાગ્યા, પણ આરોપી ન મળે. ફોજદાર સાહેબ વટનું ફાડિયું. આરોપી વગર ખાલી હાથે તાલુકે પગ ન મેલવાની જીદમાં બબ્બે દિવસ વીતી ગયા. નાકનો સવાલ આવીને ઊભો. કોઇજ નતીજો ન નીકળતાં છેવટે, બિન-વારસી પંચક્યાસ કરવાની ઘડીઓ ગણાતી હતી. ત્યાંજ સરકારી ચાવડીનાં બારણાં ભભડ્યાં, “બાર ઉઘાડજો, સાહેબ..” “દેખો તો કોણ છે ” અને ફોજદાર સાહેબના હુકમની અમલવારી કરવા ઊઠેલા જમાદારે બારણાં ખોલતાં જ હરદોર રાશ વડે બંધાયેલા ચાર જણ, ને પાછળ હાથમં કડિયાળી સાથે એક લબરમૂછિયો જુવાન- સૌએ ઉતારામાં પ્રવેશ કર્યો.