મોબાઇલની સ્ક્રીન પરનો મેસેજ તેણે વાંચ્યો. યસ, હું તેને જાણું છું, ઓળખું છું. તે મારી સામે જ રહે છે. તેણે મનોમન વિચાર્યુંૹ “આ સાલા ફેસબુકવાળા કોઈને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલીએ ત્યારે આવું શા માટે પૂછતા હશે?” તેણે ‘કન્ફર્મ’ ઓપ્શન પર ક્લિક કર્યું. ફેસબુકનો મેસેજ આવી ગયો, “ફ્રેન્ડ રિકવેસ્ટ સેન્ટ”. ગાયત્રી પંડ્યા — આ એ નામ હતું જેને તે શ્વસતો હતો. અરે ઘરની સામે જ તો રહેતી. નાનપણમાં સાથે રમતી અને હાઈસ્કૂલમાં આવ્યા પછી સામું પણ ના જોતી એ ગાયત્રી.