ધક ધક ગર્લ - ૨૨

(65)
  • 6.2k
  • 2
  • 2.1k

નીચે ઉતરીને મેં એક રીક્ષા કરી, અને એકલો જ હોસ્પિટલમાં જઈ ને મારું પ્લાસ્ટર બદલાવી આવ્યો. જતાં ને આવતા રસ્તામાં, અને બહાર રહ્યો તે દરમ્યાન..પળેપળ હું વિચારતો રહ્યો કે મમ્મીએ જે જોયું તે બદ્દલ તેનું રીએક્શન શું હશે જયારે પોતે કોઈ વસ્તુ માટે સહમત ન હોય ત્યારે વાતનું વતેસર કે રાઈનો પહાડ કરવો તે તેને માટે તો ડાબા હાથનો ખેલ છે. પણ અત્યારે જયારે તેને જો લાગતું હશે કે તેણે રાઈની બદલે આખો પહાડ જ જોયો છે, તો..તો આને પહાડ કરતાં પણ કેટલું મોટું સ્વરૂપ તે આપશે બસ..એ વિચારે જ હું ધ્રુજી ઉઠ્યો. મને હવે ચોક્કસપણે એવું લાગવા માંડ્યું કે મમ્મીએ ધડકન સાથે મને આ હાલતમાં જોઈ લીધો તે પહેલાં જ.. મારે મારી વાત તેની સામે છેડી દેવી જોઈતી હતી. છેલ્લે છેલ્લે હવે જયારે..મમ્મી ધડકન સાથે સરખી હળતીમળતી થઇ ગઈ હતી...ત્યારે જ જો કે મારે દાણો ચાંપી દેવાની જરૂર હતી, પણ ત્યારે તો મને એવું લાગ્યું હતું કે હમણાં બધું સરખું સરખું ચાલે છે તો હજીયે થોડી વધુ આત્મીયતા આ બંને કેળવી લ્યે, તે પછી મારો રસ્તો કદાચ વધુ સરળ થઇ જશે. પણ હવે..આ બનાવ પછી તો એવું ચિત્ર તેની સામે ખડું થઇ ગયું હતું, જાણે કે તેની પીઠ પાછળ અમે બંનેએ કેટકેટલાય ફૂલ ખીલવી લીધા હશે. અને તેને અંધારામાં રાખીને બસ તેને બાટલીમાં ઉતારવાની જ અમે કોશિષ કરતા હતા. મમ્મી હવે કદાચ એવું પણ વિચારે કે ધડકન મારે ઘરે જે નિયમિત આવે છે..તો તે ફક્ત પોતાના અંગત સ્વાર્થ અને મોજમજા માટે જ...અને નહીં કે મમ્મીને કોઇપણ રીતે મદદરૂપ થવા માટે. . પોતાનાં પ્રેમ-પંથને સરળ અને સુગમ બનાવવાના એક માસુમ યુવાનનાં અથાગ પ્રયત્નો એટલે -ધક ધક ગર્લ..!