તારા વિનાની ઢળતી સાંજ-૧૦

(119)
  • 11.2k
  • 13
  • 3.7k

“મને નબિરે જ કીધું કે હું તારું મંગળસૂત્ર વેંચી નાંખુ..” સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ.. જાણે કોઈએ મારા દિલને પ્રેમ કરીને મસળી નાંખ્યું હોય એવો એહસાસ થયો મને.. “વોટ્ટ.. તને ખબર તો છે ને તું શું બોલી રહ્યો છે.. ” હું એનાં પર જ ભડકી. “હા ખૂશુ.. આ જ સાચું છે..” “પણ એ એવું બોલી જ કઈ રીતે શકે.. ” મારી આંખો ફરીવાર પલળી ગઈ. “એક્ચ્યુલી.. મારે વાતમાંથી જ વાત નીકળી અને મેં રચનાને વાત કરી કે તારી પાસે મેરેજ પહેલાંથી જ ગોલ્ડનું મસ્ત મંગળસૂત્ર છે તો એણે મને રીઝન પુછ્યું..-“ “ઓહ્હ.. તો તે એને પણ કહી દીધું એમને.. ” હું કતરાઈ ને તેની સામે જોઈ રહી. “મેં એને કહી દીધું કે તને એ નબિરે આપેલું.. અને એ દિવસે તમે બંન્ને એ હોટેલ કોર્ટયાર્ડમાં તમારાં બધાં ફ્રેન્ડ્સને પાર્ટી આપેલી અને પછી ત્યાં જ આપણે ડીસ્કો પાર્ટી પણ કરેલી.. અને એ દિવસને તમે ઍઝ ઍન ઍનિવર્સરી સેલિબ્રેટ કરો છો…” “સો વોટ્ટ.. ” “તો એ જ મારી મોટામાં મોટી ભૂલ.. મને એમ હતું કે એ સાંભળીને ખૂશ થશે.. પણ ઉલટાનું એ મને ઉંધી ચીટી કે તે કેમ મને આવું કંઈ જ નથી આપ્યું.. બસ તું મને આવું કંઈક આપ.. મને પણ તારી નિશાની જોઈએ છે.. આપણે પણ આપણા માટે કોઈ ડૅ બનાવીએ.. આપણે પણ ફ્રેન્ડ્સ છે.. આપણે પણ એમને પાર્ટી આપીએ.. અને પછી તો હું મેસેજ કરું કે કૉલ કરું એટલે એક જ વાત હોય.. કંઈ લાવ્યો.. અને હું ના પાડુ એટલે વાત જ ના કરે.. રીસાઈ જાય.. પછી એ જ પાછું મનાવવાનું ઍન્ડ ઑલ.. કંટાળી ગયો તો યાર.. ગોલ્ડની વસ્તુ લેવી એ કંઈ થોડી રમત વાત છે.. પછી મને કંઈ જ ના સૂજ્યું એટલે મેં નબિર ને વાત કરી.. તો એણે-“