એ તો મને મારા સંસ્કાર આડે આવે છે!

(64)
  • 6.7k
  • 16
  • 1.3k

દરેક માણસની એક ફિતરત હોય છે. દરેકે પોતાના મનમાં મર્યાદાની એક રેખા આંકેલી હોય છે. આ હદ, આ લાઇન કે આ બોર્ડર દેખાતી નથી પણ માણસના વર્તનમાં વર્તાતી હોય છે. માણસ અમુક હદથી સારો થઈ શકતો નથી. માણસ અમુક હદથી ખરાબ પણ બની શકતો નથી. દરેક માણસમાં કંઈક ઇનબિલ્ટ હોય છે. તે માણસને અમુક વર્તન કરવા પ્રેરે છે. એ જ અમુક વર્તન કરતાં રોકે છે.