સત્યના પ્રયોગો - ભાગ-1 - 9

(40)
  • 8.4k
  • 6
  • 2.9k

આ કૃતિમાં મહાત્મા ગાંધીજીના પિતાની બીમારી ભગંદરની વાત કરવામાં આવી છે. તે સમયે ગાંધીજીની વય 16 વર્ષની હતી. વખત વીતતા પિતાજીની બધી જ ક્રિયાઓ પથારીમાં જ કરવાનો વારો આવ્યો હતો. ગાંધીજી ખરું કહીએ તે સમયે એક નર્સની ફરજ બજાવતા હતા. આ જ સમયગાળામાં કસ્તુરબા ગર્ભવતી થયા હતા. આ સમયે પિતાજીની સારવાર કરવામાં તેમણે કંઇ જ બાકી રાખ્યું ન હતું. પિતાજીની શસ્ત્રક્રિયા કરવાનું સુચન હતું પરંતુ પિતાજીની મરજી ન હતી.પિતાની તબિયત વધારે બગડતાં ગાંધીજીના કાકા પણ રાજકોટથી આવી ગયા હતા. એક રાતે પિતાની સેવા કરીને ગાંધીજી પોતાના રૂમમાં સૂવા ગયા અને પાંચ-સાત મિનિટમાં જ નોકરે આવીને ગાંધીજીને કહ્યું કે બાપુ ગુજરી ગયા છે. આ અંતિમ સમયે કાકા તેમના પિતા સાથે હતા. ગાંધીજીને છેલ્લી ઘડીએ પિતાની પાસે ન રહેવાનો અફસોસ જીવ્યા ત્યાં સુધી રહ્યો. તેમને થયું કે કાકા છેલ્લી ઘડીની સેવાનો યશ લઇ ગયા. ગાંધીજી હજુ પિતાના મૃત્યુના શોકમાંથી બહાર પણ આવ્યા નહોતા કે કસ્તુરબાને જે બાળક જન્મ્યું તે પણ બે-ચાર દિવસમાં મત્યું પામ્યું.