સત્યના પ્રયોગો - ભાગ-1 - 8

(42)
  • 8.7k
  • 4
  • 3.2k

આ કૃતિમાં ગાંધીજી ભૂલ સ્વીકારવાની પોતાની ક્ષમતા રજૂ કરે છે. પોતાને બીડી પીવાના શોખ લાગ્યો, પરંતુ પાસે પૈસા ન હોવાથી બીડી સંઘરવી ક્યાં તેનો પ્રશ્ન સામે આવીને ઊભો હતો. જોકે તેઓ એમ પણ કબૂલને છે કે બીડી પીવાની ઇચ્છા મને ક્યારેય થઇ નથી અને આ ટેવ જંગલી, ગંદી અને હાનિકાર છે તેમ સદાયે માટે માન્યુ છે. બીડીનો આટલો જબરદસ્ત શોખ દુનિયામાં કેમ છે તે સમજવાની શક્તિ હું કદી મેળવી શક્યો નથી. પરંતુ છેવટે પોતાને કંઇક ખોટુ થઇ રહી હોવાની ભૂલ સમજાતા લત છોડી. સાથે મનમાં પસ્તાવો અપાર હતો પરંતુ વડીલોને તેમેં ખાસ કરીને પિતાજીને કહેવુ કેવી રીતે તેની અસંમજસમાં ચિઠ્ઠી લખીને દોષ કબૂલવો તેવુ નક્કી કર્યું. ચિઠ્ઠી લખીને પિતાજીને હાથોહાથ આપી, ચિઠ્ઠીમાં બદો દોષ કબૂલ્યો અને સજા માગી અને ભવિષ્યમાં આવું ક્યારેય નહી કરવાની પ્રતિજ્ઞા લીધી. ચિઠ્ઠી આપીને તેઓ પિતાજીની સામે પાટ પર બેઠા, પિતાજીએ ચિઠ્ઠી વાંચી, આંખમાથી મોતીના બિંદુ ટપક્યાં, ચિઠ્ઠી ભીંજાઇ, તેમણે ક્ષણવાર આંખ મીંચીને ફાડી નાખી.