તરંગ તરંગોની દુનિયાનો બાદશાહ છે અને કલ્પેન કલ્પનાઓનો મહારથી છે. બંને વચ્ચે એક વિચિત્ર શરત લગાવવામાં આવે છે, ગપ્પાં મારવાની શરત... પરંતુ ગપ્પા મારવામાં તો બધી ઢંગધડા વગરની માન્યામાં ના આવે એવી વાત પણ આવે, પણ આ શરતનો એક નિયમ છે, કોઈ પણ વાતમાં હા જ પાડવાની, જે ના પડે તે હારી જાય. ગપ્પાં મારતા મારતા તરંગ અને કલ્પેનને અચાનક ખબર પડે છે કે તેમનું તો કોઈ અસ્તિત્વ છે જ નહિ, તે પોતે પણ કોઈકે મારેલું ગપ્પું છે. ત્યારે તે બંને શું કરશે અને આ ગપ્પાં મારવાની શરતમાં કોણ એવું ગપ્પું મારી શકશે કે ના પાડવી જ પડે ઇતિહાસ, ફિલોસોફી, ફેન્ટસી, હકીકત અને કલ્પનાઓથી સભર ગુજરાતી ભાષાની એક જુદા જ પ્રકારની - જુદા જ વિષયની નવલકથા છે આ... જે કલ્પનાઓનાં અદભુત વિશ્વમાં લઈ જાય છે. ઈશ્વર, જીવ, જગત અને માનવીની આંતરિક ફિલોસોફીને વાચા આપતી આ નવલકથા વાચકને વિચારતા કરી મૂકે તેવી છે.