લિખિતંગ લાવણ્યા - 17

(268)
  • 7.4k
  • 8
  • 2.7k

તરંગ વિશેની લોકચર્ચાને કારણે ચંદાબાને હવે ગામમાં નહોતું રહેવું. સોહમને એ અમેરિકા મોકલવા માંગતા હતા. પણ સોહમ ટોફેલની પરીક્ષા પાસ નહોતો કરી શકતો એટલે લગ્નના રસ્તે મોકલવાનું નકી થયું. એમને એવું લાગતું કે એ બાબતમાં ય સોહમના કાકા જેલમાં છે, એ વાત નડે છે. લાવણ્યાએ ભારે હૈયે, છતાં સ્વસ્થતાથી અનુરવને કહ્યું, “લોકનજરે કલંકિત એવા પતિનો સ્વીકાર કરવો કદાચ મારી મજબૂરી હોય, તો ય તારે એવી કોઈ મજબૂરી નથી. એમની સાથે સંબંધ રાખવો ન રાખવો એ બાબતે તું આઝાદ છે!” અનુરવ જાતે મળ્યા વગર કોઈ અનુમાનના આધારે દ્વેષ રાખવા માંગતો નથી. એના પપ્પાને મળી એ ખુશ થાય છે. એમને જેલમાંથી છોડાવવાની પ્રક્રિયામાં સહભાગી થાય છે. અને જ્યારે જેલમાંથી છૂટેલા તરંગને લઈ તેઓ દાદાને મળવા ગામ જાય છે, એ જ દિવસે સોહમની કામેશ કહારના દીકરા સાથે બબાલ થાય છે. આગળની વાત પ્રકરણ 17માં છે.