ઈકો અને નાર્સિયસ

(30)
  • 7.8k
  • 7
  • 1.9k

પ્રેમ યુગલઃ ઈકો અને નાર્સિયસ ગ્રીક પુરાણકથાઓને ગ્રીક સાહિત્યનો હિસ્સો ગણવામાં આવે છે. ગ્રીક સંસ્કૃતિની પૌરાણીક વાર્તાઓમાં કેટલાંક નૈસર્ગીક પાત્રો છે જેમાંની આ વાર્તા ઈકો અને નાર્સિસ્સની વાર્તા સામેલ છે. સામાન્ય રીતે આપણે એક બોલાયેલા શબ્દનાં અનેક પ્રતિઘોષ આવર્તનને પડઘો ‘ઈકો’ કહેતાં હોઈએ છીએ. આ એક શબ્દ બોલાયા બાદ તે બે કે ત્રણ વખત ફરી ફરીને સંભળાવાનો નિયમ એક બોલકણી વનકન્યાને કઈ રીતે સજા રૂપે અભિશાપ મળે છે, તે આ વાર્તાનાં હાર્દમાં છે. અહીં ઈકો એક સુંદર પર્વતગીરીની વનકન્યા છે. જેને એક સ્વાભાવિક શ્રાપ મળેલ હોય છે. નાર્સિયસ એ નદીઓનાં દેવાધિદેવ કેફિસિયર્સ અને ગ્રીક લોકોની નિલવર્ણી વનદેવીનો અતિ સોહામણો દેખાતો, શિકારી અને અભિમાની પુત્ર હતો. કે જે હંમેશાં પ્રેમ અને પ્રેમીઓને નકારતો હતો. તેઓનો પ્રેમ કઈ રીતે પાંગર્યો અને ઈકોનો શ્રાપ એને કેમ નડ્યો અને એમનું મિલન થયું કે પછી અમરત્વ પ્રાપ્ત કરીને માટીમાં મળી ગયા એ દંતકથા વાંચવી રસપ્રદ છે. -કુંજલ પ્રદીપ છાયા kunjkalrav@gmail.com