પરાશર ધર્મશાસ્ત્ર

(43)
  • 6.3k
  • 4
  • 1.4k

Caste system અને બ્રાહ્મણવાદ ને લઈને છેલ્લા કેટલાક સમય થી મનુસ્મુર્તી વિવાદો માં છે, પણ કલિયુગ માં follow કરવાના રુલ્સ તો પરાશર સ્મુર્તી માં આપેલ છે. મનુસ્મુર્તી તો ફક્ત સત્યયુગ માટે છે. વર્ણવ્યવસ્થા સાચી છે પણ એને જન્મ સાથે સાંકળીને સમાજ વિભાજીત થઇ ગયો, તો પછી ખરેખર શુદ્ર કોણ, ક્ષત્રીય કોણ, વૈશ્ય કોણ અને બ્રાહ્મણ કોણ આ બધા માટે અલગ-અલગ નિયમો કેમ પ્રશ્ન થાય કે આવું કેમ છે આવા ઘણા misconception આજે વર્તાઈ રહ્યા છે ત્યારે, પરાશર સ્મુર્તી નું આજના સમય ના logic પ્રમાણે નું અર્થઘટન કરવાનો આ પ્રયત્ન છે. મોટાભાગ ના તથ્યો અને logic વિચારીએ તો સાચા છે પણ proper રીતે રજુ નથી થઇ શક્યા. ઘણા નિયમો અને વાતો આજે પણ કેટલી સમય ને અનુરૂપ છે તે ચોકાવે તેમ છે અને આપણા વારસા નું ખોટું અર્થઘટન આપણને ક્યાં દોરી ગયું છે એ પણ વિચારવા લાયક છે. આ એક નાનકડો પ્રયાસ છે, પરાશર ધર્મશાસ્ત્ર ના વૈચારિક અર્થઘટનનો, કે જે સમજવામાં આવે તો સમાજ માં રહેલા વૈમાંનસ્યો નો અંત આવી શકે.