આપણે ટી.વી. પર અગત્યના ન્યૂઝ, સ્પોર્ટ્સ ઇવેન્ટ કે ફેશન-શો જોતાં હોઇએ ત્યારે જ એને લાઇટબીલ કે ટેલિફોનબીલ ભરવાનું યાદ કરાવવાનું કેમ સૂઝતું હશે આપણે કોમ્પ્યુટર પર કે મોબાઇલ પર કોઇ ગેમ રમતાં હોઇએ કે કોઇ સાઇટ સર્ફ કરતાં હોઇએ ત્યારે જ એને સોશિયલ વીઝીટ પર જવાનું મન કેમ થતું હશે શું રંગ માં ભંગ પડાવવાનો એનો લગ્ન સિધ્ધ અધિકાર છે, એવું એ માનતી હશે મને તો લાગે છે કે સ્ત્રીઓની આવી ‘એટેન્શન - સીકીંગ બિહેવીયર’ ભલભલા કાઉન્સેલરો માટે ચેલેન્જ નો વિષય છે.