નાજુક નમણી પ્રિયતમા - 11

(13)
  • 3.9k
  • 931

જો કે આ બધી ભાંજગડમાં મારા હાથમાંથી આઇસક્રીમ પીગળી પીગળીને મારા ટી-શર્ટ પર પડવા લાગ્યો..પણ મુજ દિવાનીને એ ભાન જ ક્યાં..!! એ વિચારતંદ્રા તો તારા હાથના ઉષ્મા ભર્યા સ્પર્શથી તૂટી. તૂટી તો એવી તૂટી કે આઇસક્રીમ પરની પકડ સાવ જ છૂટી ગઇ અને એ અડધો જમીન-દોસ્ત ને અડ્ધો તેં એને બચાવવા લંબાવેલા હાથ પર પ્રસરી ગયો..તું ખડખડાટ હસી પડ્યો ને તોફાની સ્વરમાં બોલી ઉઠ્યો, ‘ખરી છે તું પણ..લિફ્ટમાં મારા ગાલ તારા ગરમાગરમ, અસ્ત-વયસ્ત શ્વાસોચ્શ્વાસથી ભરી દીધેલા અને અત્યારે મારો હાથ ઠંડા ઠંડા આઇસક્રીમથી..’ અને હું શરમથી રાતીચોળ..પાછું મનમાં એક વિચારે ચૂંટીયો ખણ્યો : ‘તારી આ વાતોનો સંદર્ભ હું સમજું છું એ જ છે કે આમાં પણ હું મારી મચડીને મરો કોઇ મનગમતો અર્થ શોધુ છું.. ’ to read ful story download e book