Acid Attack (Chapter_12)

(40)
  • 4k
  • 2
  • 1.2k

ધ્રુજતા પગે એ અનીતા પાસેના ટેબલ પર ગોઠવાયો મનમાં કેટલાય સાગરો જાણે હિલોળા મારતા હતા પણ આટલા ઉદભવતા વિચારો છતાય એના શબ્દો ગાળામાં ગૂંઠાઈ ચુક્યા હતા. બસ આંખો હજુય એ ચહેરાને નિહાળી રહી હતી એટલીજ સહજતાથી એ પાટાની આડછ પાછળ ઢંકાયેલા ચહેરાને નિહાળી રહ્યો હતો જે એની સામે ક્યારેક સ્મિત વેરતો, કિલકાર કરતો એના અંતરવનમાં ભટકાયા પછડાયા કરતો હતો. મનનના મુખ પર એક આછું સ્મિત રેલાઈ આવતું હતું દિલમાં એક બહાર જાણે ખીલીને મહોરી ઉઠી હતી એજ મરકતો ચહેરો મારકણી અદા આજ પણ એને નજર સમક્ષ દેખાતી હતી કદાચ આ પ્રેમ હતો અને પ્રેમ આવોજ હોય છે. સપનાની દુનિયા વર્તમાનને બે ઘણો વધુ સુંદર બનાવી દેતી હોય છે આજની વાસ્તવિકતા અલગ હોવા છતાં મનન માટે એની એજ અનીતા જાણે એની સામે બેઠી હતી. give your feedback in below box... here...