સમય એક સમરાંગણ

(13)
  • 4.9k
  • 3
  • 881

સમય,સમય એ સમર્થ છે,સાથે સમય સમર્પણ પણ છે.સમય સમાધાન કરાવી શકે છે,તો સમય એ સમાપન પણ કરી શકે છે.સમય એ એવો સગીર છે જેની સતત સંભાળ લેવી પડે.સમય સત્યાચરણ કરાવે છે,તો સમય એ સત્યાનાશ પણ કરાવી શકે છે.સમય એ સત્તા સાથે સન્માન આપે છે.સમય એ સતત છે, સનાતન છે, સપ્રયોજન છે જે પાછળથી સમજાય છે.સમય ક્યારેક સખત છે,તો ક્યારેક સગવડ છે.સમય એ સજીવ સચીકણ લાગે છે જે આંખના પલકારામાં સમાય છે,તો ક્યારેક સમય એ સજડ છે જે એક કલ્પમાં પણ ન સમાય.સમય એ યુવાનીની સજાવટ,સગપણ છે તો સમય જ જરાવસ્થાનો સખા છે.સમય ક્યારેક સાંકળ લાગે છે કે જેમાંથી છૂટવું અશક્ય છે.સમય એ શિક્ષક છે જે સાથે રહીને શીખડાવે છે કે બંધ ઘડિયાળ પણ દિવસમાં બે વાર સાચો સમય બતાવે છે.સમય એ ખૂબ બળવાન છે,જ્યારે પુર આવે છે ત્યારે માછલી એ જમીનમાં રહેલી કીડીઓ ખાઈ છે અને પુરના પાણી ઓસરી જતાં કીડીઓ માછલીને ખાય છે.સમય એ ખરેખર સ્વમાં સર્વસ્વ છે.