વિષયાંતર - 5 માનવ ઈતિહાસનો સૌથી કુખ્યાત હત્યારો ‘જેક ધ રીપર’

(19)
  • 5.7k
  • 2
  • 1.6k

લંડનના વ્હાઇટ ચેપલ નામના બદનામ વિસ્તારમાં એક પછી એક કરીને પાંચ મહિલાઓની ક્રૂરતાપૂર્વક હત્યા કરાયેલી લાશ મળે છે. તમામ મૃતક મહિલાઓ વ્યાવસાયિક વેશ્યા હોય છે. પોલીસને વારાફરતી ત્રણ પત્ર લખીને હત્યારો કાયદાને ચેલેન્જ ફેંકે છે કે, તાકાત હોય તો મને પકડી બતાવો. પોતાની જાતને ‘જેક ધ રીપર’ તરીકે ઓળખાવતો હત્યારો એકસમાન મર્ડર પેટર્ન અનુસરતો. મધરાતે ગ્રાહકની શોધમાં ભટકતી એકલી અટૂલી વેશ્યાનો સંપર્ક કરવો, તેને પોતાની સાથે જવા માટે તૈયાર કરવી અને પછી તેને કોઈ અંધારી ગલીમાં લઈ જઈ તેની ક્રૂરતાપૂર્વક હત્યા કરી દેવી. શિકારના શરીરની વિકૃત ઢબે ચીરફાડ કરી તેના શરીરમાંથી આંતરડા બહાર ખેંચી કાઢવામાં જેકને પિશાચી આનંદ મળતો. લંડનને દહેશતમાં નાંખી દેનારા એ બેનામ હત્યારાનો અંજામ શું આવ્યો, પ્રસ્તુત છે એની ખોફનાક દાસ્તાન…