શું પપ્પા, આવું છું , સવારમાં ઓફિસે જવા પપ્પા એ બૂમ પાડી એટલે પ્રત્યુશ જલ્દી થી નાસ્તો છોડી પાર્કિંગ તરફ ભાગ્યો. 'અરે દીકરા નાસ્તો તો પૂરો કર ,મોડું થઇ ગયું છે મમ્મી ,ને તે સિંહની ત્રાડ નહિ સાંભળી ? મમ્મી હસતા હસતા બાય ,રોજ સાંભળું છું રાજેશભાઈની સમય અને કામ પ્રત્યેની સભાનતા જગજાહેર હતી. આટલા મોટા બીઝનેસ ને શૂન્યમાંથી સર્જનાર શહેરમાં ખૂબ પૈસા ને નામ કમાઈ ચુક્યા હતા ,પ્રત્યુશને પણ એજ રીતે સજ્જ કરવાના પ્રયત્ન,પોતાની જાતને એવી ખોવી નાખી હતી કામમાં અને બસ જાણે સ્વ-સાબિતીની એક ધૂન લાગી હતી